બ્લોગજગતના નાના મોટા મિત્રો ને નમસ્કાર .અત્યાર સુધી ખુબ જ બ્લોગ પર વાંચ્યું અને હવેન થયું કે કઈ લખવું જોઈએ પણ શું લખવું કે કેમ લખવું તે ઘણું વિચારી લખવું પડે તેમ છે.કેમેકે અત્યારે મોટા અને જાણકાર બ્લોગર ની ચર્ચા બ્લોગ પર જોઈ કે કોપી પેસ્ટ ના કરાય , પોતાની જ રચના મુકાય.પણ મને એ સમજાતું નથી કે કોઈ કોપી પેસ્ટ કરે તો વાંધો લેખક ,કવિ કે પ્રકાશક ને હોય પણ બીજા બધાને શા માટે ચિંતા કરવી જોઈએ. હું ગુજરાતી માં બરાબર ના લખું તો ધ્યાન દોરશો. જો ઝવેરચંદ , કવિ દલપતરામ, કલાપી હાજર નથી તો શું તેમના વગર આપણને તેમની રચના માટે ફરજીયાત લાયબ્રેરી કે પુસ્તક ખરીદવું જપડે ..અને જો કોઈ બ્લોગર ક્યાય થી વાંચી ને રચના મુકે તો ખોટું શું છે અને જો તેમાં જે તે લેખક નું નામ ન લખેતો ખોટું કહેવાય .આમે વિદેશી ભાષા વચ્ચે આપણી માતૃભાષા ખોવાય રહી છે તો તેના માટે ના ચિંતા કરીને મોટા લોકો કોપી પેસ્ટ ની ચિંતા કરીને નવા બ્લોગર ને આવતા કદાચ રોકી રહ્યા છે. મેં ગાયત્રી મંદિર, ભજનામૃત જેવા બ્લોગ પર ખુબ વાંચ્યું છે અને જ્ઞાન લીધું છે તો શું આ ક્યાંક તો લખ્યું જ છે અને શું આ કોપી પેસ્ટ કહેવાય.
કૃષ્ણ ભગવાન ગીતામાં જે કીધું પછી કોને કોપી રાઈટ આપીને ગયા છે તો પણ આજદિન સુધી લોકો તે છાપીને વેચે જ છે તો એમાં કોપી પેસ્ટ શું ના આવે. હું એટલુજ કહું છુ કે કોપી પેસ્ટ થી લોકો વધુ લખશે અને ભાષા નો વધુ ફેલાવો થશે માટે કોપી પેસ્ટ ખોટું નથી. ગીતા માટે શું કૃષ્ણ ભગવાન થોડા બ્લોગ લખશે. માટે જે લોકો ખૂણે ખાંચરે પડેલી માહિતી ભેગી કરીને બ્લોગ પર મુકે છે જેને મોટાંઓ કોપી પેસ્ટ કહે છે તે આપ સૌ સૂચન આપીને જણાવશો કે શું ખોટું ને સાચું છે. વધુ આગળ વિષય પર લખતો રહીશ. આપના સૂચનો અને comments જરૂર આપશો જેથી મારા જેવા નવા બ્લોગરને લખવાની પ્રેરણામળે.
અરે ૧૩ માર્ચ થી ૧૫ માર્ચ સુધી ૭૫ લોકો મુલાકાત લેવા આવ્યા પણ NO comments , આપની comment જરૂર આપશો. અને ઘણી વાર comments માંજ મોટા બ્લોગર પોસ્ટ પરજ ચર્ચા કરે છે માટે comment જરૂરી છે, આપ આ વિશે શું માનો છો.
.
March 13, 2010 at 4:51 pm
આ કોપી પેસ્ટ ડીડવાણું છે.
એના માટે કોઈ નીતી નીયમ નથી. જેને જેમ ફાવે તેમ કોપી પેસ્ટ કરી શકે છે. બીચારા અંગ્રેજી બ્લોગ્સ વાળા હેરાન પરેશાન થઈ ગયા છે પણ હજી સુધી ઉપાય મળેલ નથી. આ ઈન્ટરનેટના જમાનામાં કોને ક્યાં ગોતવું એ જ ખબર પડતી નથી. મલ્ટી નેશનલ કમ્પનીમાં કામ કરનારો કોપી પેસ્ટના ધંધામાં કમ્પનીના ધંધાની કોપી પેસ્ટ કરતાં પકડાઈ જાય તો નોકરીથી કાઢી મુકે એ સીવાય કાંઈ જ ન થઈ શકે.
કોપી પેસ્ટની વાતો કરનારા પોતાની અંગત વેબ સાઈટ કે બ્લોગ બનાવે તો હજી માની શકાય. બાકી બ્લોગ હોય કોઈક કમ્પનીનો અને રુબાબ જાણે હું લાડાની ફુઈ.
કોપી પેસ્ટ કરનારાએ ગુગલ બ્લોગ્સપોટ કે વર્ડ પ્રેસના બ્લોગ ઉપર લખતાં ગુગલ બ્લોગસ્પોટ કે વર્ડ પ્રેસના નીતી નીયમો જાળવવા જોઈએ જેથી એ કમ્પનીઓ આપણાં બ્લોગને બ્લોક ન કરે.
આમ તો ચોર કૃષ્ણે આખી ભગવદ ગીતા ઉપનીષદોમાંથી ચોરી કરી કરી બનાવી છે અને એણે એ ગીતામાં લખેલ છે જે વાંચનારને ખબર પડી જાય છે. જ્ઞાનોબા જ્ઞાનેશ્ર્વર મહારાજે એ જ ભગવદ ગીતાને નામ આપ્યું જ્ઞાનેશ્ર્વરી અને બીંદાસ કોપી કરી નાખી. મહાત્મા ગાંધીએ એને નામ આપ્યું અનાસક્તી યોગ જેમાં ઉઠાંતરી સીવાય કાંઈ જ નથી.
હવે કૃષ્ણ, જ્ઞાનેશ્ર્વર અને એમ. કે. ગાંધી જેવા બેઠી ઉંઠાતરી કરી શકતા હોય તો આપણે બધા કંઈ વાડીના મુળા?
ભાઈ સાહેબ તમ તમારે ફાવે એ કોપી પેસ્ટ કરો, ખાઓ, પીઓ, આનંદ મોજ મસ્તી કરો અને બીજાને દુખ આપ્યા વગર તમારા આનંદના ભાગીદાર બનાવો.
તુકા મહારાજ કી જય. વીઠ્ઠલ રુખમણીકી જય. જ્ઞાનોબાકી જય. મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ આ સાંભળી સાંભળી અહીં લખી નાખેલ છે.
March 14, 2010 at 1:46 am
there are unlimited like such copy masters!!!
YOON DI HUMAIN – BEDARI
http://www.youtube.com
दो गुजराती-मोहन और मोहमद .
मोहन बन गये देशके पिता.
मोहमद बन गये देशके कायदेआझम.
एक बनी जाग्रुती फिल्म भारतमे,
एक बनी बेदारी फिल्म इस्लामाबादमे.
there are unlimited like such copy masters!!!
जाग्रुती और YOON DI HUMAIN – BEDARI आप दोनो फिल्मको यु टुबमै देख सकेन्गे.
find the fact of the poet and original music writer!
अब आप समझले किसने किसकी कोपी किया क्रेडीट लिखनेवालेको,फिल्मबनानेवालेको दिया या नही?
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org
http://www.yogaeast.net
March 14, 2010 at 4:02 am
કોપી-પેસ્ટ કરતાં મોટી વસ્તુ છે – ક્રેડીટ કે એટ્રીબ્યુશનની. ગીતા ઉપર કોઈનો કોપીરાઈટ નથી એટલે તમે ગીતાનું વાક્ય ક્વોટ કરો અને નીચે તમારું નામ લખો તો ચાલે (લોકો હસે એ વાત અલગ છે).
લેખકનાં મૃત્યુ પછી ૫૦ વર્ષે (ભારતમાં) કોપીરાઈટ એક્સપાયર થાય છે – એટલે એવાં લખાણો તમે મન ફાવે તેમ પ્રકાશિત કરી શકો છો – હા, બીજાની રચના તમે મૂકી શકો છો. પણ, તમારા નામે ચડાવવી એ તમારું મોરલ બતાવે છે.
March 15, 2010 at 5:48 am
સાહેબ તમારા બ્લોગ ઉપર જાતે લખવાનું શરૂ કરો પછી તમારી કોઈ કવિતા, લેખ, કે રચના કોઈ ઉઠાંતરી કરી વાહ..વાહ મેળવશે ત્યારે તમને બધુ સમજાઈ જશે…!
March 15, 2010 at 9:42 am
આપનો પરિચય http://chotro.wordpress.com/about/ પાના પર આપ્યો હોત તો કોમેન્ટ લખવાની વધારે મજા પડત.
March 16, 2010 at 3:44 am
ટમે લખો છો કે બ્લોગ પર ઘનુ બઢુ વાચિયુ તો પછી ટમને ટમારુ લખવાનુ મન ન થિયુ? પેલેથીજ કોપી કલવાની વાટ કરો છો ટો ટમારી પાસે લખવા જેવુ કશુ નઠી? તો પછી બ્લોગ કેમ બનાવીઓ. અહિ અગાડી કોઈ કોઈને રોકટુ નઠી. ટમારે ચોટરો બનાવવો છે કે કોપી કરેલુ છોટરુ બનાવવુ છે. એવા છોટરા ટો ઘના છે. માલી ભાશાનુ પન ઠેકાનુ નઠી. સુધલટી જાય છે. ટમે પન સુધલશો એવી આસા.
March 23, 2010 at 1:39 pm
તમ તમારે ઠપકારે રાખો. પણ જ્યાથી લાવ્યા હોય તે “દૂકાન” નૂં સરનામુ લખવાનુ નો ભૂલતા…
April 16, 2010 at 10:01 am
મુળ લેખક નું નામ આવવુ જરૂરી છે અને બીજા ની રચના ધ્યાનમાં આવે તો મુળ લેખક અને કોપી કરનાર નો સંપર્ક કરાવી દેવો જરૂરી છે. અને બધા એ પોતે પ્રકાશીત કરેલ રચના નો સ્ત્રોત જણાવે તો આ પ્રશ્ન ઘણે અંશે હલ થઇ શકે…
April 17, 2010 at 8:43 am
I am totally AGREE with you buddy, Copy Peast ma koi j burai nathi…
Haa..Khotu tyare kevay jyare koi ni rachana aana name chadavi daie…. baki koi ni rachana ena naame mukavama koi j vandho nathi…..
This way you are promoting original writer and his creation….