અત્યારે મોટા બ્લોગરો કોપી પેસ્ટની ચિંતામાં છે જયારે પાયરેટેડ સોફ્ટવેર ની કોઈ ચર્ચા નથી. જે લોકો કોપી પેસ્ટની આટલી ચિંતા કરે છે તેમના કોમ્પ્યુટર માં વાપરતાં તમામ સોફ્ટવેર શું ઓરીજીનલ હશે. અહિયાં હું મારા વિશે સ્પષ્ટતા કરું કે મારા નવા કમ્પ્યુટર માં મોટાભાગના સોફ્ટવેર કંપની કે શો રૂમ તરફથી પ્રી લોડેડ છે અને નેટ માટે હું સાયબર કાફે નો બંધાણી છું એટલે હું મોટા ભાગે ઓરીજીનલ જ સોફ્ટવેર વાપરું છું અને મેં અત્યાર સુધી કોઈ પાયરેટેડ સોફ્ટવેર ખરીદ્યું નથી કે જરૂર પડી નથી અને હું કોપી પેસ્ટનો લોકહિતાર્થે વિરોધી નથી. હવે આગળ જેઓ કોપી પેસ્ટના મોટા પાયે વિરોધ કરે છે અને જેમને કોપી પેસ્ટ યોગ્ય નથી લાગતું તેમને આ પાયરેટેડ સોફ્ટવેર થી આ વિશે ની ચર્ચા કરવી યોગ્ય લાગે છે.કોપી પેસ્ટ થી લગભગ કોઈપણ લેખક ને આર્થિક મોટું નુકશાન નથી જયારે પાયરેટેડ થી સોફ્ટવેર કંપની ને મોટું નુકશાન છે.જો તમે કોપી પેસ્ટ નાં વિરોધી હોય તો તમે તમારી જગ્યાએ સાચા હોઈ શકો છો પણ એના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેર ની માહીતી આપવી જોઈએ અને માહીતી ન આપો તો પણ તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે .જેમને કોપી પેસ્ટનો વિરોધ જ કરવો હોય તે સૌએ પ્રથમતો ઓરિજીનલ સોફ્ટવેર વાપરવા જોઈએ જ . મેં ઘણા બધા બ્લોગ પર કોપી પેસ્ટની ચર્ચા જોઈ છે તે તમામ નાં નામો હવે પછી ની પોસ્ટ માં મૂકી તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપ શું ઓરિજિનલ સોફ્ટવેર વાપરો છો.અને જેઓ વાપરતાં હોય તેઓ બિન્દાસ્ત કોપી પેસ્ટનો વિરોધ તમ તમારે ચાલુ રાખો. હમણાં મને એક મોટા બ્લોગર કોમેન્ટમાં પૂછ્યું છે તમારો પરિચય તેમને જણાવું કે પ્રથમ આપના બ્લોગ પર મુકેલ સુધારાની કોમેન્ટ કેમ દૂર કરી ,ભૂલ તો સુધારી પણ મારો ઉલ્લેખ કેમ નથી કર્યો એ જણાવશો પછી ક્યારેક તમને પરિચય વિગતવાર આપીશ.
આ વિશે કોઈએ પણ બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી આ એક ચર્ચા માટે જ વિષય છે કે નહી કોઈને નીચે પાડવા માટે .આપના મૂલ્યવાન પ્રતિભાવો આપશો.
March 23, 2010 at 1:44 pm
‘મોટાભાગે ઓરીજીનલ’? એટલે કે થોડાં તો પાયરેટેડ ખરાને? કોપી-પેસ્ટ સાથે પાયરસીનો મુદ્દો ના ભેળવો. હું સોફ્ટવેરની પાયરસી કરતો નથી (ઓફિસ, ઘર – બન્ને જગ્યાએ લિનક્સ. ઘરનાં મેકમાં મેક ઓરીજીનલ, હમણાં જ સ્નો લેપર્ડ નવું લીધું).
પાયરસી કરવી તેનાં કરતાં લિનક્સ ન વાપરવું?
March 26, 2010 at 2:58 pm
બેસ્ટ ઉપાય એટલે તમે કહ્યો એ … ઓપન સોર્સ સોફ્ટવેર જ વાપરવું .. એટલે કોઈ નાટક જ નહિ …
March 24, 2010 at 4:51 pm
GOOD TOPICS START LIKE IT CONTIUE ALL. ?
REALLY GOOD POINT.
March 26, 2010 at 5:57 am
http://pkunal.wordpress.com/aboutme/#comment-581
સાહેબ શ્રી … ઉપર આપેલ લીંક પર જે તમે વાત કરી છે તેનો જવાબ મને અહિયાં આપવો વધુ ઉચિત લાગતાં અહીં આપી રહ્યો છું… મારા લેપટોપ માં એકેએક સોફ્ટવેર કાયદેસર ઓરીજીનલ છે … અને તમે જે વાત કરી કે એ બધાની માહિતી હું મારા બ્લોગ પર આપું તો એ વાત શક્ય નથી કારણ કે એવું કરવાથી આડકતરી રીતે એ જાહેરાત ગણાશે …
અને હું શું વાપરું છું એ મારે જાહેર શું કામ કરવું ?? હું વીઆઈપી ની અન્ડરવેર વાપરું કે રૂપા ની … એ બધું હું બધાને શું કામ જણાવું ????
અને બીજાને સલાહ આપી છે કે તમારી કોમેન્ટ દુર કરી તો મારી આ કોમેન્ટને દુર ના કરશો અને બધાને વાચવા માટે રહેવા દેજો પછી ખબર પડશે કે ચર્ચા કરવી કોને કહેવાય …
અને બીજી વાત તો એ કે સોફ્ટવેર પાયરસી અને પ્લેજરિઝમ ને દુર દુર સુધી કોઈ લેવા દેવા નથી …
April 2, 2010 at 5:15 pm
કૄણાલભાઈ, તમારા બ્લોગ પરથી વેબટ્રેકરની કોમેન્ટ હટાવી લો. હવે પાયરસીનો મુદ્દો નથી, વ્યસનનો મુદ્દો છે. તમને કોઈ વ્યસન હોય તો કહો.
April 5, 2010 at 11:37 am
ઓહહ !! વ્યસન !! ના હો ભાઈ !! મને કોઈ વ્યસન નથી … બધું ઓરીજીનલ શોધવાનું પણ નહિ અને બીજાને પોતે કઈ ચડ્ડી પહેરે છે તે જાહેરમાં કહેવાની ભલામણ કરતા ફરવાનું પણ નહિ … !!
March 26, 2010 at 6:00 am
અને જો વાતોના વડા કરવા જ બ્લોગ બનાવ્યો હોય તો તમતમારે ચાલુ રાખો … અમારું પેટ ભરાઈ ગયું હોવાથી અમે હજી વધુ વડા ન તો કરી શકીશું ન તો ખાઈ શકીશું … તો કૃપા કરી માફ કરવા હાર્દિક વિનંતી કરું છું … આભાર …
March 26, 2010 at 2:55 pm
સરસ મિત્ર … આપની ખેલદિલી ગમી … ખુબ ખુબ સ્વાગત આપનું … મળતા રહેજો …
અને મારા શબ્દો Rude લાગ્યા હોય તો માફી માંગુ છું …
આવજો…
April 5, 2010 at 11:59 am
મેં નવા બ્લોગર મિત્ર છો એમ માની ને થોડી સહાનુભૂતિ બતાવી તો તમે તો માથે ચઢી ગયા હોય એવું લાગે છે … !!!
જુઓ મિત્ર .. તમારી ઉંમર શું છે તે નથી જાણતો … વડીલ હશો એમ માની ને મેં માફી માગવા સુધીની સભ્યતા બતાવી પણ તમે તો એને મારી નબળાઈ ગણી લીધી હોય એવું લાગે છે … અને વડીલ હોવ તોય આવું વર્તન તમને નથી શોભતું .. માટે હજી પણ કહું છું કે વધારે નહિ તોય થોડું મગજ વાપરીને ગાડી ને પાટે ચઢાવી લો …
આવા બધા ધખારા બંધ કરો … અને વડા બનાવવા હોય તો વડાની લારી ખોલો .. બ્લોગ નહિ … સમજ પડી ?
March 27, 2010 at 7:21 am
કૉપી-પેસ્ટ અલગ વસ્તુ છે. પાયરસી અલગ વાત છે. બંનેની ભેળસેળ કરીએ તો મસ્ત મજાની ભેળ બને પણ વડા નહી, આપણે અહીં વડા કરવા છે!
કૉપી-પેસ્ટ વિશે મારા બ્લોગ પર ઘણાં લેખો મળી રહેશે વાંચજો/વંચાવજો.
પાયરસી વિશેની વાતમાં તમારી દમ છે. ચેરીટી બિગિન્સ એટ હોમ એ ન્યાયે તમે તમારા કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરેલા સોફ્ટવેરના લાયસન્સ અહીં પોસ્ટ કરવાની શરુઆત કરો પછી હું ગુજબ્લોગમાં બધાને તેમ કરવા માટે વિનંતી કરીશ.
તમારો સાયબર કાફે વાળો પણ ઓરિજિનલ સોફ્ટવેર જ વાપરતો હશે ને?
છેલ્લે કયું પિક્ચર જોયું મિત્ર?
March 29, 2010 at 6:39 am
March 29, 2010 at 1:44 pm
ક્યાં ખોવાઈ ગયા?
March 29, 2010 at 1:49 pm
અસલી સોફ્ટવેર શોધવા માટે
March 30, 2010 at 5:48 am
March 30, 2010 at 5:29 am
ઓરિજિનલ સોફ્ટવેર વાપરતો હોય એવો સાયબર કેફે મળે તો જ અને ત્યારે જ ઓનલાઈન આવવાની જીદ છોડો અને ચોતરો સંભાળો.
જટજટ વડા બનાવવા લાગો, જુઓ ગ્રાહકોની લાઈન લાગી ગઈ છે!
March 30, 2010 at 5:51 am
absolutely … !! આ તો એવું થયું કે વડા બનાવવા માટે શુદ્ધ તેલ શોધવા ગયા !! હવે કશે ને કશે તો ભેળશેળ હોવાની જ ભાઈ !!
ક્યાં તો લોટ માં નહીતો તેલ માં નહિ તો મસાલા માં …
યાર આવી રીતે ખોવાય જાવ તે ના ચાલે … !!! આટલો સરસ મુદ્દો ઉપાડી ને પછી વચ્ચે થી છોડી ને જતા રહો એ ક્યાંની વાત !!!
March 30, 2010 at 8:08 am
દરેક નિયમમાં અપવાદ હોય/છુટ હોય. ઓરિજિનલ સોફ્ટવેરના નિયમમાં સાયબર કાફેવાળાઓને છૂટ આપી/અપવાદમાં ગણી પારણાં કરો, બાપુ.
March 31, 2010 at 11:23 am
પારણાંમાં બધું ઓરીજીનલ હોય એવું પારણું શોધતા વાર લાગે ને વિનયભાઈ .. !! થશે થશે પારણાં પણ ….
March 31, 2010 at 12:11 pm
પાયરેટેડ પારણાં ય આવવા માંડયા? હળાહળ કળિયુગ આવી ગયો છે!