પહેલાના સમયમાં ઘણાં લોકો ચા, બીડી, તમાકું જેવી વસ્તુઓનાં બંધાણી હતાં.હવે નેટ જગતમાં લોકો બ્લોગનાં બંધાણી થઇ ગયા છે. કેટલાંક બ્લોગર મિત્રો નિવૃત જિંદગી જીવે છે તે ગમે ત્યારે પોસ્ટ મૂકી શકે અને ગમે ત્યારે કોઈને પણ કોમેન્ટ આપી શકે. બીજા કેટલાંક મિત્રો બ્લોગ માટે જ સમર્પિત થઇ ગયા છે એટલે તેઓ બ્લોગ સિવાય કશું કરતાં જ નથી. માટે તેઓ પણ ગમે ત્યારે પોસ્ટ મૂકી શકે અને ગમે ત્યારે કોઈને પણ કોમેન્ટ આપી શકે.જયારે કેટલાંક મિત્રો પોતાની અનુકુળતાએ શિડ્યુલમાં ગોઠવીને પોસ્ટ મૂકે છે અને સવારે કે રાત્રે કોમેન્ટ આપે છે. આ બધા મિત્રો એક બાજુ અને હવે બીજી બાજુના બ્લોગર મિત્રોને જાણીએ.
આ બ્લોગર મિત્રો ઓફીસ ટાઇમે ઓફીસના કમ્પ્યુટર કે મોબાઈલ થી વિવિધ બ્લોગ પર જઈ કોમેન્ટ આપી આવે છે ,તેઓના બ્લોગ પર પોસ્ટ તો કદાચ શિડ્યુલમાં મૂકી હોય પણ બીજાનાં બ્લોગ પર કોમેન્ટ શિડ્યુલમાં ન મૂકી શકાય.કેટલાંક મિત્રો ઓફીસ ટાઈમ માં બ્લોગ વાંચવામાં કે કોમેન્ટ આપવામાં સમય પસાર કરે તેને દૂષણ કહી શકાય.જેઓ પોતાનો વ્યવસાય કરે છે તેને બાકાત ગણી શકાય ,આ કર્મચારી વર્ગની વાત છે.
કેટલાંક બ્લોગરના પરિચયમાં વાંચવા મળ્યું છે કે તેઓ કંપનીમાં, હોસ્પિટલમાં , સ્ટોરમાં કામ કરે છે અને સમય મળતાં બ્લોગ પર લખે છે . આવા કવિ ,લેખક ,બ્લોગર મિત્રો ઓફીસ ટાઈમ માં બ્લોગ વાંચવામાં કે કોમેન્ટ આપવામાં સમય પસાર કરે તેને દૂષણ કહી શકાય.
આ વિશે કોઈએ પણ બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી આ એક ચર્ચા માટે જ વિષય છે કે નહી કોઈને નીચા કે ખોટા પાડવા માટે .આપના મૂલ્યવાન પ્રતિભાવો આપશો. કોમેન્ટમાં સભ્ય ભાષા વાપરશો જેથી બીજા તે વાંચી આપનાં વિષે ખોટી માનસિકતા ના ઉભી કરે .આ અગાઉની પોસ્ટમાં એક મિત્રએ અસભ્ય ભાષામાં કોમેન્ટ કરી પોતાની માનસિકતાનો પરિચય કરાવ્યો જે પાછળથી તેઓએ પોતાનાં શબ્દો થી સુધારેલ પણ છે માટે સભ્ય ભાષા વાપરશો.
April 2, 2010 at 10:42 am
એન્ટી પાયરસી વાળા મુદ્દાનું શું થયું?
કે પછી ટોપિક ચેન્જ?
સાચી વાત છે દરેકને કોઈને કોઈ જાતનું વ્યસન હોય જ, આ જુઓને તમને પણ વાંધાવચકા કાઢવાનું વ્યસન પડી જ ગયું લાગે છે.
સાચી વાત છે, મારા ચાર વર્ષના ઈન્ટરનેટનું બિલનું આ વર્ષાંતે ટોટલ કર્યું ત્યારે મને ખ્યાલ આવી જ ગયો કે આ વ્યસન કેટલું મોંધું પડે છે!
April 2, 2010 at 10:49 am
અને હા, તમારા જોડણી સુધાર અભિયાનના ભાગ રૂપે મારા બ્લોગ પરની જોડણી સુધારવા માટે આમંત્રણ છે.
April 2, 2010 at 1:40 pm
બ્લોગ સિવાય અમને LSD, ચરસ અને ગાંજાનું પણ વ્યસન છે..
April 5, 2010 at 11:45 am
April 5, 2010 at 11:51 am
વાહ વાહ … લોકો ને તો બીજા શું કરે છે અને ક્યારે કરે છે અને કેટલી વાર કરે છે એ બધાનું સંશોધન કરવાનું વ્યસન લાગે છે … !!!!
વ્યસન પણ બહુ ગાંડી ચીજ છે … એક વાર લાગી જાય પછી કેટકેટલું સમજાવવા છતાં પણ નથી છૂટતી … !!
હવે જુઓ ને … પાછલી પોસ્ટમાં કહ્યું હતું કે કોમેન્ટ્સ ડીલીટ ના કરતા પણ તોયે કરી દીધી … વ્યસન !!! કોમેન્ટ્સ ડીલીટ કરવાનું પણ વ્યસન હોય લોકોને … … જબરું કહેવાય ..