અત્યારે મોટા બ્લોગરો કોપી પેસ્ટની ચિંતામાં છે જયારે પાયરેટેડ સોફ્ટવેર ની કોઈ ચર્ચા નથી. જે લોકો કોપી પેસ્ટની આટલી ચિંતા કરે છે તેમના કોમ્પ્યુટર માં વાપરતાં તમામ સોફ્ટવેર શું ઓરીજીનલ હશે. અહિયાં હું મારા વિશે સ્પષ્ટતા કરું કે મારા નવા કમ્પ્યુટર માં મોટાભાગના સોફ્ટવેર કંપની કે શો રૂમ તરફથી  પ્રી લોડેડ છે અને નેટ માટે હું સાયબર કાફે નો બંધાણી છું એટલે હું મોટા ભાગે ઓરીજીનલ જ સોફ્ટવેર વાપરું છું અને મેં અત્યાર સુધી કોઈ પાયરેટેડ સોફ્ટવેર ખરીદ્યું નથી કે જરૂર પડી નથી અને હું કોપી પેસ્ટનો લોકહિતાર્થે વિરોધી નથી. હવે આગળ જેઓ કોપી પેસ્ટના મોટા પાયે વિરોધ કરે છે અને જેમને કોપી પેસ્ટ યોગ્ય નથી લાગતું તેમને આ પાયરેટેડ સોફ્ટવેર થી આ વિશે ની ચર્ચા કરવી યોગ્ય લાગે છે.કોપી પેસ્ટ થી લગભગ કોઈપણ લેખક ને આર્થિક મોટું નુકશાન નથી જયારે પાયરેટેડ થી સોફ્ટવેર કંપની ને મોટું નુકશાન છે.જો તમે કોપી પેસ્ટ નાં વિરોધી હોય તો તમે તમારી જગ્યાએ સાચા હોઈ શકો છો પણ એના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેર ની માહીતી આપવી જોઈએ અને માહીતી ન આપો તો પણ તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે .જેમને કોપી પેસ્ટનો વિરોધ જ કરવો હોય તે સૌએ પ્રથમતો ઓરિજીનલ સોફ્ટવેર વાપરવા જોઈએ જ . મેં ઘણા બધા બ્લોગ પર કોપી પેસ્ટની ચર્ચા જોઈ છે તે તમામ નાં નામો હવે પછી ની પોસ્ટ માં મૂકી તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપ શું ઓરિજિનલ સોફ્ટવેર વાપરો છો.અને જેઓ વાપરતાં હોય તેઓ બિન્દાસ્ત કોપી પેસ્ટનો વિરોધ તમ તમારે ચાલુ રાખો. હમણાં મને એક મોટા બ્લોગર કોમેન્ટમાં પૂછ્યું છે તમારો પરિચય તેમને જણાવું કે પ્રથમ આપના બ્લોગ પર મુકેલ સુધારાની કોમેન્ટ કેમ દૂર કરી ,ભૂલ તો સુધારી પણ મારો ઉલ્લેખ કેમ નથી કર્યો એ જણાવશો પછી ક્યારેક તમને પરિચય વિગતવાર આપીશ.

આ વિશે કોઈએ પણ બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી આ એક ચર્ચા માટે જ વિષય છે કે નહી કોઈને નીચે પાડવા માટે .આપના મૂલ્યવાન પ્રતિભાવો આપશો.