પહેલાના સમયમાં ઘણાં લોકો ચા,  બીડી, તમાકું જેવી વસ્તુઓનાં બંધાણી હતાં.હવે નેટ જગતમાં લોકો બ્લોગનાં બંધાણી થઇ ગયા છે. કેટલાંક બ્લોગર મિત્રો નિવૃત જિંદગી જીવે છે તે ગમે ત્યારે પોસ્ટ મૂકી શકે અને ગમે ત્યારે કોઈને પણ કોમેન્ટ આપી શકે. બીજા કેટલાંક મિત્રો બ્લોગ માટે જ સમર્પિત થઇ ગયા છે એટલે તેઓ બ્લોગ સિવાય કશું કરતાં જ નથી. માટે તેઓ પણ ગમે ત્યારે પોસ્ટ મૂકી શકે અને ગમે ત્યારે કોઈને પણ કોમેન્ટ આપી શકે.જયારે કેટલાંક મિત્રો પોતાની અનુકુળતાએ શિડ્યુલમાં ગોઠવીને પોસ્ટ  મૂકે છે અને સવારે કે રાત્રે કોમેન્ટ આપે છે. આ બધા મિત્રો એક બાજુ અને હવે બીજી બાજુના બ્લોગર મિત્રોને જાણીએ.

આ બ્લોગર મિત્રો ઓફીસ ટાઇમે ઓફીસના કમ્પ્યુટર કે મોબાઈલ થી વિવિધ બ્લોગ પર જઈ કોમેન્ટ આપી આવે છે ,તેઓના બ્લોગ પર પોસ્ટ તો કદાચ શિડ્યુલમાં મૂકી હોય પણ બીજાનાં બ્લોગ પર કોમેન્ટ શિડ્યુલમાં ન મૂકી શકાય.કેટલાંક  મિત્રો ઓફીસ ટાઈમ માં બ્લોગ વાંચવામાં કે કોમેન્ટ આપવામાં સમય પસાર કરે તેને દૂષણ કહી શકાય.જેઓ પોતાનો વ્યવસાય કરે છે તેને બાકાત ગણી શકાય ,આ કર્મચારી વર્ગની વાત છે.

કેટલાંક બ્લોગરના પરિચયમાં વાંચવા મળ્યું છે કે તેઓ કંપનીમાં, હોસ્પિટલમાં , સ્ટોરમાં કામ કરે છે અને સમય મળતાં બ્લોગ પર લખે છે . આવા કવિ ,લેખક ,બ્લોગર મિત્રો ઓફીસ ટાઈમ માં બ્લોગ વાંચવામાં કે કોમેન્ટ આપવામાં સમય પસાર કરે તેને દૂષણ કહી શકાય.

આ વિશે કોઈએ પણ બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી આ એક ચર્ચા માટે જ વિષય છે કે નહી કોઈને નીચા કે ખોટા પાડવા માટે .આપના મૂલ્યવાન પ્રતિભાવો આપશો. કોમેન્ટમાં સભ્ય ભાષા વાપરશો જેથી બીજા તે વાંચી આપનાં વિષે ખોટી માનસિકતા ના ઉભી કરે .આ અગાઉની પોસ્ટમાં એક મિત્રએ અસભ્ય ભાષામાં કોમેન્ટ કરી  પોતાની માનસિકતાનો પરિચય કરાવ્યો જે પાછળથી તેઓએ પોતાનાં શબ્દો થી સુધારેલ પણ છે માટે સભ્ય ભાષા વાપરશો.