ગુજરાતી ભાષાના  બ્લોગ એગ્રીગેટર નો  એકદમ વધારો  થઇ ગયો છે. બ્લોગ એગ્રીગેટર સૌ પ્રથમ નિપ્રા અને વાહ ગુજરાત, ફોર એસ વી -સંમેલન ,તોરણ હતાં. હવે  ફીડ ક્લસ્ટર ની મફતની સગવડ થી રોજે રોજ નવા નવા  બ્લોગ એગ્રીગેટર નેટ જગતમાં આવી રહ્યા છે.

નવા બ્લોગ એગ્રીગેટર ની શરૂઆત ગુજવાની મહેન્દ્ર પટેલ થી થઇ તે  ગુજરાતી બ્લોગવિશ્વ , ગુજરાતી બ્લોગ્પીડિયા , કાકા સાહેબ નું gujarati blog aggregator ,કાકા સાહેબનું ટેકનો બ્લોગ , ભરત સૂચકનું ગુજરાતી બ્લોગ જગત ,કડીયા સમાજના સભ્યના સભ્યોનો બ્લોગ, ગુજરાતી,વિજયભાઈ નું ગુજરાતી બ્લોગ જગતને એક તાંતણે બાંધતી કડી,સમાચાર સાર ,મહાવીર ખીચડી ઘર -માધાપર ,સંકલિત કાવ્યો, gujblogvani, અભિષેક ,bansinaad આવા કેટલાય નામનો રાફડો ફાટ્યો છે.આમાં મોટાભાગના બ્લોગ એગ્રીગેટર બનાવવામાં નવા છે તો કેટલાંક જાણીતાં નામ છે.

બ્લોગ એગ્રીગેટર માં સામેલ કરવામાં પણ ભેદભાવ રાખવામાં આવે છે.બધા બ્લોગ એગ્રીગેટર વિશે જાણતો નથી પણ મારો અનુભવ કહું તો મેં ચાર દિવસ અગાઉ ગુજરાતી બ્લોગવિશ્વ નાં સંચાલકને મારો બ્લોગ સામેલ કરવા રિક્વેસ્ટ મૂકી છે તે આજ સુધી પણ એપ્રુવ્ડ કરાઈ નથી .તેઓએ ઘણી બધી ફીડ પોતાની રીતે ઉમેરી છે પણ મારી ન ઉમેરવાનું કારણ એ છે કે તેઓ અને  મારે મારા બ્લોગ પર કમેન્ટમાં તડાફડી થઇ હોવાથી મને સામેલ કરાયો નથી .મને જાણ હતી જ કે મારું નામ સામેલ થશે નહિ પણ મારે જાણવું હતું કે તેમની માનસિકતા કેવી છે. તેઓએ કેટલાંક સાઈડબાર માં નામ સામેલ કર્યા છે તેમાના કેટલાંક ૨૦૦૮ અને ૨૦૦૯ પછી બ્લોગ પર કશું મુક્યું નથી.આવું બીજા સાથે પણ થયું હશે. બીજુ જોવામાં આવ્યું કે ભૂરીયો દ્વારકાવાળા ને ખોટી રીતે ચર્ચામાં લવાયો કેમકે તે કદાચ ગુજવાની નો મેમ્બર છે અને ગુજરાતી બ્લોગવિશ્વ નો નથી. જો આવું જ કરવાનું હોય તો બ્લોગ એગ્રીગેટર ની યોગ્યતા નથી અને કદાચ આવું બીજાઓ સાથે પણ થઇ શકે કે તમે ગુજરાતી બ્લોગવિશ્વ સાથે ન જોડવો તો તમને ગમે તે રીતે ખોટી ચર્ચામાં લાવી દે. ગુજરાતી બ્લોગવિશ્વના સંચાલક પોતાના બ્લોગ પર લખે છે કે આટલી ક્લિક્સ મળી ,તે બીજા કઈ રીતે માને. તમે ગુજબ્લોગ નાં માધ્યમથી લોકોને email મોકલો એટલે કદાચ ક્લિક મળે પણ ખરી પણ તેની જાહેરાત શા માટે ? બીજા બ્લોગ એગ્રીગેટર પર આવું જોવા નથી મળતું.કદાચ કામ ચાલે છે તેમ હોય તો પણ મારી રીક્વેસ્ટ પછી પણ ઘણો બધા ઉમેરા થયા છે.

નિપ્રા અને વાહ ગુજરાત જેવાં સક્ષમ અને નિષ્પક્ષ બ્લોગ એગ્રીગેટર છે તો બ્લોગવિશ્વ બનાવી તેઓ તેમનો સમય  શા માટે બગાડે છે અને બ્લોગ એગ્રીગેટર માટે ડોમિન નો ખર્ચ થાય તો બીજા ઘણાં બધા એગ્રીગેટર બંધ થઇ જાય આતો મફતમાં ગમતાનો ગુલાલ છે.

સુધારો } ૧૨-૦૪-૧૦ ના રોજ બપોરે મારા બ્લોગ નો ગુજરાતી બ્લોગવિશ્વ ના સંચાલકે આ પોસ્ટ વાંચી કદાચ ઉમેરો કર્યો છે માટે તેમનો આભાર .