બ્લોગજગતના નાના મોટા મિત્રો ને નમસ્કાર .અત્યાર સુધી ખુબ જ બ્લોગ પર વાંચ્યું અને હવેન થયું કે કઈ લખવું જોઈએ પણ શું લખવું કે કેમ લખવું તે ઘણું વિચારી લખવું પડે તેમ છે.કેમેકે અત્યારે મોટા અને જાણકાર બ્લોગર ની ચર્ચા બ્લોગ પર જોઈ કે કોપી પેસ્ટ ના કરાય , પોતાની જ રચના મુકાય.પણ મને એ સમજાતું નથી કે કોઈ કોપી પેસ્ટ કરે તો વાંધો લેખક ,કવિ કે પ્રકાશક ને હોય પણ બીજા બધાને શા માટે ચિંતા કરવી જોઈએ. હું ગુજરાતી માં બરાબર ના લખું તો ધ્યાન દોરશો. જો ઝવેરચંદ , કવિ દલપતરામ, કલાપી હાજર નથી તો શું તેમના વગર આપણને તેમની રચના માટે ફરજીયાત લાયબ્રેરી કે પુસ્તક ખરીદવું જપડે ..અને જો કોઈ બ્લોગર ક્યાય થી વાંચી ને રચના મુકે તો ખોટું શું છે અને જો તેમાં જે તે લેખક નું નામ ન લખેતો ખોટું કહેવાય .આમે વિદેશી ભાષા વચ્ચે આપણી માતૃભાષા ખોવાય રહી છે તો તેના માટે ના ચિંતા કરીને મોટા લોકો કોપી પેસ્ટ ની ચિંતા કરીને નવા બ્લોગર ને આવતા કદાચ રોકી રહ્યા છે. મેં ગાયત્રી મંદિર, ભજનામૃત જેવા બ્લોગ પર ખુબ વાંચ્યું છે અને જ્ઞાન લીધું છે તો શું આ ક્યાંક તો લખ્યું જ છે અને શું આ કોપી પેસ્ટ કહેવાય.
કૃષ્ણ ભગવાન ગીતામાં જે કીધું પછી કોને કોપી રાઈટ આપીને ગયા છે તો પણ આજદિન સુધી લોકો તે છાપીને વેચે જ છે તો એમાં કોપી પેસ્ટ શું  ના આવે. હું એટલુજ કહું છુ કે કોપી પેસ્ટ થી લોકો વધુ લખશે અને ભાષા નો વધુ ફેલાવો થશે માટે કોપી પેસ્ટ ખોટું નથી. ગીતા માટે શું કૃષ્ણ ભગવાન થોડા બ્લોગ લખશે. માટે જે લોકો ખૂણે ખાંચરે પડેલી માહિતી ભેગી કરીને બ્લોગ પર મુકે છે જેને મોટાંઓ કોપી પેસ્ટ કહે છે તે આપ સૌ સૂચન આપીને જણાવશો કે શું ખોટું ને સાચું છે. વધુ આગળ વિષય પર લખતો રહીશ. આપના સૂચનો અને comments  જરૂર આપશો જેથી મારા જેવા નવા બ્લોગરને લખવાની પ્રેરણામળે.

અરે  ૧૩ માર્ચ થી ૧૫ માર્ચ સુધી ૭૫ લોકો મુલાકાત લેવા આવ્યા પણ  NO comments , આપની comment જરૂર આપશો. અને ઘણી વાર comments માંજ મોટા બ્લોગર પોસ્ટ પરજ ચર્ચા કરે છે માટે comment જરૂરી છે, આપ આ વિશે શું માનો છો.

.

Advertisements

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!