નેટ જગતમાં કેટલાંક અસભ્ય વર્તન વાળા લોકોની વાત હજારો લોકો સુધી પહોંચાડી  તે બદલ ભરતભાઈ નું  કામ પ્રશંસા કરવા જેવું છે. આ કામ તેમણે સામી છાતીએ અને કોઈની પરવાર કર્યા વગર , વિના સંકોચે હજારો સુધી પહોંચાડી તે ઘણું અઘરું કામ છે.ભરતભાઈએ તેમના ફેસબુક,  ગુજરાતી કવિતા અને ગઝલ  , Bharat Suchak ,GUJARATI-ગુજરાતી ગ્રૂપ દ્વારા નવા બ્લોગર સાથે નેટજગતમાં કેવી વર્તણુંક થાય છે તે લોકો સુધી પહોચાડી ઉમદા કામ કર્યું છે. મારી આ શરૂઆત મારા બ્લોગ પર આવતા કદાચ ૪૦૦ થી ૫૦૦ બ્લોગર સુધી જ મર્યાદિત રહી જાત  પણ ભરતભાઈ એ  નીંગ પરના ૧૮,૪૪૨ મેમ્બરો , ફેસબુક પર ભરત સૂચક ગ્રુપ ના ૨,૫૧૦ મેમ્બરો , ગુજરાતી ગ્રુપ ૪,૨૪૩ મેમ્બરો અને હજારો emil થી મોટા સમુદાય સુધી વાત પહોચાડવામાં મદદ કરી તે બદલ તેમનો આભાર અને આ કામ સામી છાતીએ કરવા બદલ તેમનો જય હો.તેમણે લગભગ ૩૦,૦૦૦ બ્લોગર સુધી નેટજગતના માફિયા તત્વોની વાત પહોંચાડી ખૂબ સારું કામ કર્યું છે.

વિનયભાઈ તેમની અસભ્ય વાતો તેમના બ્લોગ  પરથી કદાચ ૨ કે  ૫ હજાર બ્લોગર સુધી પહોચાડી શકશે .તે કામ ભરતભાઈ એ ૩૦,૦૦૦ સુધી વાત વહેતી કરી દીધી છે.વિનયભાઈ તેમના બ્લોગ પર ભરતભાઈ નો વારે વારે ઉપયોગ કરી તેમને ચર્ચા માં લાવવાનો પ્રયત્ન કરે છે તેનાથી ભરતભાઈ નેટ જગતમાં છવાઈ ગયા છે.હાલની તારીખમાં કોઈ પાસે ૩૦,૦૦૦ મેમ્બરો સુધી વાત મુકવાનું પ્લેટફોર્મ નહિ હોય તે માત્ર ભરત ભાઈ પાસે છે.

ભરતભાઈ આગળ જતા તેમનો સમય , શક્તિ આવા અસામાજિક તત્વોને ખુલા પાડવામાં આપશે તેવી આશા.

મને નેટ જગતના દુષણો માટે લગભગ ૨૫૦ કોમેન્ટ મળી છે , જેમાંની કેટલીક અસભ્ય ભાષા અને કેટલીક આ તત્વો પર પર્સનલ હુમલામાં ગણાય તેવી હતી જે મૂકી શકાય તેવી ન હતી. કોમેન્ટ મારફતે કેટલાંય લોકોએ તેમના પર થયેલા ખરાબ અનુભવો પણ જણાવ્યા છે અને આજ કારણ થી મારો બ્લોગ ચાર દિવસ થી ટોપ પોસ્ટમાં આવે છે તેનો શ્રેય ભરતભાઈ જેવાં મિત્રોને જાય છે.

અત્યાર સુધી આપ સૌએ પરીક્ષામાં ડમી રાઇટરકાંડ સાંભળ્યું હશે તો હવે જાણો બ્લોગ જગતમાં કેટલાંક બદમાશ દિમાગનાં બીજાનાં નામથી ડમી કોમેન્ટ્સ આપી આવે છે .આવો જ એક ડમી કોમેન્ટ્સ આપનારો પકડાયો છે તેનું નામ છે કાર્તિક મિસ્ત્રી. આ ભાઈ કાલે મારા નામ , બ્લોગ એડ્રેસ , EMAIL થકી જ્ઞાનનું ઝરણું નામના બ્લોગ પર કોમેન્ટ આપી આવ્યા પણ પકડ્યા IP address 219.64.85.189 ટ્રેશ થવાથી.

જ્ઞાનનું ઝરણું માંથી મને  EMAIL કરવામાં આવ્યો કે તમે જે કોમેન્ટ આપી છે તે સારી છે .આ જાણી હું વિચાર માં પડ્યો કે કાલે મેં તેમને કોઈ કોમેન્ટ આપી જ ન હતી. પછી આખી પરિસ્થતિ ને સમજ્યો કે આ કોઈ ડમી કોમેન્ટ્સ આપનારો હોઈ શકે .પછી મેં પછી IP address દ્વારા ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ IP address પરથી મને પણ કોમેન્ટ મળી છે અને પકડાયો  ડમી કોમેન્ટ્સ આપનારો કાર્તિક મિસ્ત્રી . મોટેભાગે સાયબર કેફે માંથી નેટ યુસ કરું છું માટે મેં સાયબર કાફેવાળાનો IP address જાણ્યો. પછી કાર્તિક મિસ્ત્રીની મારા બ્લોગ પરની કોમેન્ટ ના IP address ચેક કર્યા તો તે અને જ્ઞાનનું ઝરણું પરના એક જ આવ્યા. જો કાર્તિક મિસ્ત્રી પણ કદાચ સાયબરકાફે માં જતા હોય તો પણ હું તે IP address વાળા સાયબરકાફે માં જતો નથી અને કાલે મેં તે IP address પરથી કોઈ કોમેન્ટ પણ આપી નથી.

બોલો આવી નીચી હરકતો કરી શું મજા મળતી હશે.આ ડમી આવી રીતે  કેટલીય જગ્યાએ કોમેન્ટ આપી આવતો હશે. આ ભાઈ પણ વિનય ભાઈ ના સાગરીત જ છે તેઓએ કદાચ તેમના વતી મને વિનય ભાઈએ આપેલી કોમેન્ટ પર જવાબો આપવા આવ્યા હતાં.

આપ સૌ પણ  આપનાં બ્લોગ પર ડમી કાર્તિક મિસ્ત્રીની કોમેન્ટ્સ ચેક કરજો કદાચ આ જ IP address આવશે.

ડમી કાર્તિક મિસ્ત્રીના IP address ની વિગતો વાંચો.
http://whatismyipaddress.com/staticpages/index.php/lookup-results

General Information

Hostname: 219.64.85.189.bb-static.vsnl.net.in
ISP: TATA Communications formerly VSNL is Leading ISP
Organization: TATA Communications formerly VSNL is Leading ISP
Proxy: None detected
Type: Dial-up
Assignment: Static IP
Blacklist:

Geo-Location Information

Country: India
State/Region: Gujarat
City: Ahmadabad
Latitude: 23.0333
Longitude: 72.6167
Area Code

મેં વિનયભાઈ ના ગ્રુપ ના મેમ્બરોને email મોકલ્યો છે જેથી તેમના મિત્રો  તેમને જાણી શકે પણ કદાચ તે બીજાને  email  ના મોકલે માટે અહિયાં ફરી મુકું છુ. નેટ જગતના મોટા ગણાતા આ ખોટાઓને લોકો જાણે.
from web tacker <wbtacker320@gmail.com>
to gujblog@googlegroups.com
date Tue, Apr 13, 2010 at 7:35 PM
subject વિનયભાઈ ની શરાફત
mailed-by gmail.com
hide details 7:35 PM (8 minutes ago)

વિનય ભાઈ કેવી સભ્ય ભાષા માં વર્તન કરે છે તે જુઓ.કેવી સભ્ય ભાષા You
stupid bugger. I had recognised you. Have maja aavshe વાપરે છે.

from    Vinay Khatri <ask2vinay@gmail.com>
to      web tacker <wbtacker320@gmail.com>
date    Mon, Apr 12, 2010 at 8:36 PM
subject         Re: નમસ્કાર
mailed-by       gmail.com
signed-by       gmail.com

hide details 8:36 PM (55 minutes ago)

What hap. to the anti piracy movement?
What hap. to jodni sudhar abiyan?
What hap. to vyasan mukti jumbesh?
What hap. to vada centre? Vada no navo ghan utaryo k nahi?
You stupid bugger. I had recognised you. Have maja aavshe!

વિનય ભાઈ આ email બધાને મોકલશો અને બેન ના કરતા.

તા-૧૨-૦૪-૧૦ ના રોજ બપોરે મારા બ્લોગ નો ગુજરાતી બ્લોગવિશ્વ ના સંચાલકે ઉપરની પોસ્ટ વાંચી કદાચ ઉમેરો કર્યો પણ સાથે  સાથે મને email માં ધમકી કહી શકાય તેવા શબ્દો થી ડરાવાનો પ્રયત્ન કર્યો છે.તે નીચે છે આપ સૌ પણ વાંચો બ્લોગ જગત માં પણ માફિયાગીરી .તેમણે મોકલેલ email સમય અને શબ્દો સાથે નીચે વાંચી શકો છો.

from Vinay Khatri <ask2vinay@gmail.com>
to web tacker <wbtacker320@gmail.com>
date Mon, Apr 12, 2010 at 8:36 PM
subject Re: નમસ્કાર
mailed-by gmail.com
signed-by gmail.com

hide details 8:36 PM (55 minutes ago)

What hap. to the anti piracy movement?
What hap. to jodni sudhar abiyan?
What hap. to vyasan mukti jumbesh?
What hap. to vada centre? Vada no navo ghan utaryo k nahi?
You stupid bugger. I had recognised you. Have maja aavshe!

– Show quoted text –

તેમણે મને You stupid bugger , ગાળ કહી શકાય તેવા શબ્દો દ્વારા તેમના  સંસ્કારો નું પ્રદર્શન કર્યું છે તે આપ સૌ જોઈ શકો છો.

તેઓએ મારા બ્લોગ પર મુકેલ પોસ્ટમાં કેટલીય અસભ્ય કોમેન્ટ મૂકી હતી તે મેં અપ્રુવ ન કરીને દૂર કરી છે. એ  સિવાય તેમણે મુકેલી કેટલીક કોમેન્ટ વાંચજો તમને ખ્યાલ આવશે કે તેઓ નવા બ્લોગર સાથે કેવું વર્તન કરે છે.

ગુજરાતી ભાષાના  બ્લોગ એગ્રીગેટર નો  એકદમ વધારો  થઇ ગયો છે. બ્લોગ એગ્રીગેટર સૌ પ્રથમ નિપ્રા અને વાહ ગુજરાત, ફોર એસ વી -સંમેલન ,તોરણ હતાં. હવે  ફીડ ક્લસ્ટર ની મફતની સગવડ થી રોજે રોજ નવા નવા  બ્લોગ એગ્રીગેટર નેટ જગતમાં આવી રહ્યા છે.

નવા બ્લોગ એગ્રીગેટર ની શરૂઆત ગુજવાની મહેન્દ્ર પટેલ થી થઇ તે  ગુજરાતી બ્લોગવિશ્વ , ગુજરાતી બ્લોગ્પીડિયા , કાકા સાહેબ નું gujarati blog aggregator ,કાકા સાહેબનું ટેકનો બ્લોગ , ભરત સૂચકનું ગુજરાતી બ્લોગ જગત ,કડીયા સમાજના સભ્યના સભ્યોનો બ્લોગ, ગુજરાતી,વિજયભાઈ નું ગુજરાતી બ્લોગ જગતને એક તાંતણે બાંધતી કડી,સમાચાર સાર ,મહાવીર ખીચડી ઘર -માધાપર ,સંકલિત કાવ્યો, gujblogvani, અભિષેક ,bansinaad આવા કેટલાય નામનો રાફડો ફાટ્યો છે.આમાં મોટાભાગના બ્લોગ એગ્રીગેટર બનાવવામાં નવા છે તો કેટલાંક જાણીતાં નામ છે.

બ્લોગ એગ્રીગેટર માં સામેલ કરવામાં પણ ભેદભાવ રાખવામાં આવે છે.બધા બ્લોગ એગ્રીગેટર વિશે જાણતો નથી પણ મારો અનુભવ કહું તો મેં ચાર દિવસ અગાઉ ગુજરાતી બ્લોગવિશ્વ નાં સંચાલકને મારો બ્લોગ સામેલ કરવા રિક્વેસ્ટ મૂકી છે તે આજ સુધી પણ એપ્રુવ્ડ કરાઈ નથી .તેઓએ ઘણી બધી ફીડ પોતાની રીતે ઉમેરી છે પણ મારી ન ઉમેરવાનું કારણ એ છે કે તેઓ અને  મારે મારા બ્લોગ પર કમેન્ટમાં તડાફડી થઇ હોવાથી મને સામેલ કરાયો નથી .મને જાણ હતી જ કે મારું નામ સામેલ થશે નહિ પણ મારે જાણવું હતું કે તેમની માનસિકતા કેવી છે. તેઓએ કેટલાંક સાઈડબાર માં નામ સામેલ કર્યા છે તેમાના કેટલાંક ૨૦૦૮ અને ૨૦૦૯ પછી બ્લોગ પર કશું મુક્યું નથી.આવું બીજા સાથે પણ થયું હશે. બીજુ જોવામાં આવ્યું કે ભૂરીયો દ્વારકાવાળા ને ખોટી રીતે ચર્ચામાં લવાયો કેમકે તે કદાચ ગુજવાની નો મેમ્બર છે અને ગુજરાતી બ્લોગવિશ્વ નો નથી. જો આવું જ કરવાનું હોય તો બ્લોગ એગ્રીગેટર ની યોગ્યતા નથી અને કદાચ આવું બીજાઓ સાથે પણ થઇ શકે કે તમે ગુજરાતી બ્લોગવિશ્વ સાથે ન જોડવો તો તમને ગમે તે રીતે ખોટી ચર્ચામાં લાવી દે. ગુજરાતી બ્લોગવિશ્વના સંચાલક પોતાના બ્લોગ પર લખે છે કે આટલી ક્લિક્સ મળી ,તે બીજા કઈ રીતે માને. તમે ગુજબ્લોગ નાં માધ્યમથી લોકોને email મોકલો એટલે કદાચ ક્લિક મળે પણ ખરી પણ તેની જાહેરાત શા માટે ? બીજા બ્લોગ એગ્રીગેટર પર આવું જોવા નથી મળતું.કદાચ કામ ચાલે છે તેમ હોય તો પણ મારી રીક્વેસ્ટ પછી પણ ઘણો બધા ઉમેરા થયા છે.

નિપ્રા અને વાહ ગુજરાત જેવાં સક્ષમ અને નિષ્પક્ષ બ્લોગ એગ્રીગેટર છે તો બ્લોગવિશ્વ બનાવી તેઓ તેમનો સમય  શા માટે બગાડે છે અને બ્લોગ એગ્રીગેટર માટે ડોમિન નો ખર્ચ થાય તો બીજા ઘણાં બધા એગ્રીગેટર બંધ થઇ જાય આતો મફતમાં ગમતાનો ગુલાલ છે.

સુધારો } ૧૨-૦૪-૧૦ ના રોજ બપોરે મારા બ્લોગ નો ગુજરાતી બ્લોગવિશ્વ ના સંચાલકે આ પોસ્ટ વાંચી કદાચ ઉમેરો કર્યો છે માટે તેમનો આભાર .

પહેલાના સમયમાં ઘણાં લોકો ચા,  બીડી, તમાકું જેવી વસ્તુઓનાં બંધાણી હતાં.હવે નેટ જગતમાં લોકો બ્લોગનાં બંધાણી થઇ ગયા છે. કેટલાંક બ્લોગર મિત્રો નિવૃત જિંદગી જીવે છે તે ગમે ત્યારે પોસ્ટ મૂકી શકે અને ગમે ત્યારે કોઈને પણ કોમેન્ટ આપી શકે. બીજા કેટલાંક મિત્રો બ્લોગ માટે જ સમર્પિત થઇ ગયા છે એટલે તેઓ બ્લોગ સિવાય કશું કરતાં જ નથી. માટે તેઓ પણ ગમે ત્યારે પોસ્ટ મૂકી શકે અને ગમે ત્યારે કોઈને પણ કોમેન્ટ આપી શકે.જયારે કેટલાંક મિત્રો પોતાની અનુકુળતાએ શિડ્યુલમાં ગોઠવીને પોસ્ટ  મૂકે છે અને સવારે કે રાત્રે કોમેન્ટ આપે છે. આ બધા મિત્રો એક બાજુ અને હવે બીજી બાજુના બ્લોગર મિત્રોને જાણીએ.

આ બ્લોગર મિત્રો ઓફીસ ટાઇમે ઓફીસના કમ્પ્યુટર કે મોબાઈલ થી વિવિધ બ્લોગ પર જઈ કોમેન્ટ આપી આવે છે ,તેઓના બ્લોગ પર પોસ્ટ તો કદાચ શિડ્યુલમાં મૂકી હોય પણ બીજાનાં બ્લોગ પર કોમેન્ટ શિડ્યુલમાં ન મૂકી શકાય.કેટલાંક  મિત્રો ઓફીસ ટાઈમ માં બ્લોગ વાંચવામાં કે કોમેન્ટ આપવામાં સમય પસાર કરે તેને દૂષણ કહી શકાય.જેઓ પોતાનો વ્યવસાય કરે છે તેને બાકાત ગણી શકાય ,આ કર્મચારી વર્ગની વાત છે.

કેટલાંક બ્લોગરના પરિચયમાં વાંચવા મળ્યું છે કે તેઓ કંપનીમાં, હોસ્પિટલમાં , સ્ટોરમાં કામ કરે છે અને સમય મળતાં બ્લોગ પર લખે છે . આવા કવિ ,લેખક ,બ્લોગર મિત્રો ઓફીસ ટાઈમ માં બ્લોગ વાંચવામાં કે કોમેન્ટ આપવામાં સમય પસાર કરે તેને દૂષણ કહી શકાય.

આ વિશે કોઈએ પણ બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી આ એક ચર્ચા માટે જ વિષય છે કે નહી કોઈને નીચા કે ખોટા પાડવા માટે .આપના મૂલ્યવાન પ્રતિભાવો આપશો. કોમેન્ટમાં સભ્ય ભાષા વાપરશો જેથી બીજા તે વાંચી આપનાં વિષે ખોટી માનસિકતા ના ઉભી કરે .આ અગાઉની પોસ્ટમાં એક મિત્રએ અસભ્ય ભાષામાં કોમેન્ટ કરી  પોતાની માનસિકતાનો પરિચય કરાવ્યો જે પાછળથી તેઓએ પોતાનાં શબ્દો થી સુધારેલ પણ છે માટે સભ્ય ભાષા વાપરશો.

અત્યારે મોટા બ્લોગરો કોપી પેસ્ટની ચિંતામાં છે જયારે પાયરેટેડ સોફ્ટવેર ની કોઈ ચર્ચા નથી. જે લોકો કોપી પેસ્ટની આટલી ચિંતા કરે છે તેમના કોમ્પ્યુટર માં વાપરતાં તમામ સોફ્ટવેર શું ઓરીજીનલ હશે. અહિયાં હું મારા વિશે સ્પષ્ટતા કરું કે મારા નવા કમ્પ્યુટર માં મોટાભાગના સોફ્ટવેર કંપની કે શો રૂમ તરફથી  પ્રી લોડેડ છે અને નેટ માટે હું સાયબર કાફે નો બંધાણી છું એટલે હું મોટા ભાગે ઓરીજીનલ જ સોફ્ટવેર વાપરું છું અને મેં અત્યાર સુધી કોઈ પાયરેટેડ સોફ્ટવેર ખરીદ્યું નથી કે જરૂર પડી નથી અને હું કોપી પેસ્ટનો લોકહિતાર્થે વિરોધી નથી. હવે આગળ જેઓ કોપી પેસ્ટના મોટા પાયે વિરોધ કરે છે અને જેમને કોપી પેસ્ટ યોગ્ય નથી લાગતું તેમને આ પાયરેટેડ સોફ્ટવેર થી આ વિશે ની ચર્ચા કરવી યોગ્ય લાગે છે.કોપી પેસ્ટ થી લગભગ કોઈપણ લેખક ને આર્થિક મોટું નુકશાન નથી જયારે પાયરેટેડ થી સોફ્ટવેર કંપની ને મોટું નુકશાન છે.જો તમે કોપી પેસ્ટ નાં વિરોધી હોય તો તમે તમારી જગ્યાએ સાચા હોઈ શકો છો પણ એના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેર ની માહીતી આપવી જોઈએ અને માહીતી ન આપો તો પણ તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે .જેમને કોપી પેસ્ટનો વિરોધ જ કરવો હોય તે સૌએ પ્રથમતો ઓરિજીનલ સોફ્ટવેર વાપરવા જોઈએ જ . મેં ઘણા બધા બ્લોગ પર કોપી પેસ્ટની ચર્ચા જોઈ છે તે તમામ નાં નામો હવે પછી ની પોસ્ટ માં મૂકી તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું કે આપ શું ઓરિજિનલ સોફ્ટવેર વાપરો છો.અને જેઓ વાપરતાં હોય તેઓ બિન્દાસ્ત કોપી પેસ્ટનો વિરોધ તમ તમારે ચાલુ રાખો. હમણાં મને એક મોટા બ્લોગર કોમેન્ટમાં પૂછ્યું છે તમારો પરિચય તેમને જણાવું કે પ્રથમ આપના બ્લોગ પર મુકેલ સુધારાની કોમેન્ટ કેમ દૂર કરી ,ભૂલ તો સુધારી પણ મારો ઉલ્લેખ કેમ નથી કર્યો એ જણાવશો પછી ક્યારેક તમને પરિચય વિગતવાર આપીશ.

આ વિશે કોઈએ પણ બંધ બેસતી પાઘડીઓ પહેરવી નહી આ એક ચર્ચા માટે જ વિષય છે કે નહી કોઈને નીચે પાડવા માટે .આપના મૂલ્યવાન પ્રતિભાવો આપશો.

બ્લોગજગતના નાના મોટા મિત્રો ને નમસ્કાર .અત્યાર સુધી ખુબ જ બ્લોગ પર વાંચ્યું અને હવેન થયું કે કઈ લખવું જોઈએ પણ શું લખવું કે કેમ લખવું તે ઘણું વિચારી લખવું પડે તેમ છે.કેમેકે અત્યારે મોટા અને જાણકાર બ્લોગર ની ચર્ચા બ્લોગ પર જોઈ કે કોપી પેસ્ટ ના કરાય , પોતાની જ રચના મુકાય.પણ મને એ સમજાતું નથી કે કોઈ કોપી પેસ્ટ કરે તો વાંધો લેખક ,કવિ કે પ્રકાશક ને હોય પણ બીજા બધાને શા માટે ચિંતા કરવી જોઈએ. હું ગુજરાતી માં બરાબર ના લખું તો ધ્યાન દોરશો. જો ઝવેરચંદ , કવિ દલપતરામ, કલાપી હાજર નથી તો શું તેમના વગર આપણને તેમની રચના માટે ફરજીયાત લાયબ્રેરી કે પુસ્તક ખરીદવું જપડે ..અને જો કોઈ બ્લોગર ક્યાય થી વાંચી ને રચના મુકે તો ખોટું શું છે અને જો તેમાં જે તે લેખક નું નામ ન લખેતો ખોટું કહેવાય .આમે વિદેશી ભાષા વચ્ચે આપણી માતૃભાષા ખોવાય રહી છે તો તેના માટે ના ચિંતા કરીને મોટા લોકો કોપી પેસ્ટ ની ચિંતા કરીને નવા બ્લોગર ને આવતા કદાચ રોકી રહ્યા છે. મેં ગાયત્રી મંદિર, ભજનામૃત જેવા બ્લોગ પર ખુબ વાંચ્યું છે અને જ્ઞાન લીધું છે તો શું આ ક્યાંક તો લખ્યું જ છે અને શું આ કોપી પેસ્ટ કહેવાય.
કૃષ્ણ ભગવાન ગીતામાં જે કીધું પછી કોને કોપી રાઈટ આપીને ગયા છે તો પણ આજદિન સુધી લોકો તે છાપીને વેચે જ છે તો એમાં કોપી પેસ્ટ શું  ના આવે. હું એટલુજ કહું છુ કે કોપી પેસ્ટ થી લોકો વધુ લખશે અને ભાષા નો વધુ ફેલાવો થશે માટે કોપી પેસ્ટ ખોટું નથી. ગીતા માટે શું કૃષ્ણ ભગવાન થોડા બ્લોગ લખશે. માટે જે લોકો ખૂણે ખાંચરે પડેલી માહિતી ભેગી કરીને બ્લોગ પર મુકે છે જેને મોટાંઓ કોપી પેસ્ટ કહે છે તે આપ સૌ સૂચન આપીને જણાવશો કે શું ખોટું ને સાચું છે. વધુ આગળ વિષય પર લખતો રહીશ. આપના સૂચનો અને comments  જરૂર આપશો જેથી મારા જેવા નવા બ્લોગરને લખવાની પ્રેરણામળે.

અરે  ૧૩ માર્ચ થી ૧૫ માર્ચ સુધી ૭૫ લોકો મુલાકાત લેવા આવ્યા પણ  NO comments , આપની comment જરૂર આપશો. અને ઘણી વાર comments માંજ મોટા બ્લોગર પોસ્ટ પરજ ચર્ચા કરે છે માટે comment જરૂરી છે, આપ આ વિશે શું માનો છો.

.

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!